New Update
/connect-gujarat/media/post_banners/d12e5564a8c13c8896943bba0b0099b1ffe5b5c5d8c25cb870d28471708f8bf9.webp)
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજે પણ કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ અને ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.