હાશ, હવે મળશે ગરમીથી રાહત..! : મધ્ય-ઉત્તર ગુજરાતમાં 25-30 KMની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે.

New Update
હાશ, હવે મળશે ગરમીથી રાહત..! : મધ્ય-ઉત્તર ગુજરાતમાં 25-30 KMની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે.

હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. જેના કારણે ગુજરાતનું તાપમાનમાં ધીમેધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આ ઉપરાંત આગામી 5 દિવસ માટે ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં સમુદ્રી હિલચાલના કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સારું છે, અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સામાન્ય કરતાં વધુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં 106% વરસાદ વરસી શકે છે, તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Latest Stories