હર્ષદ રિબડીયા આવતીકાલે વિધીવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે

New Update
હર્ષદ રિબડીયા આવતીકાલે વિધીવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ ગઈકાલે કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે રિબડીયા આવતીકાલે વિધીવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. આવતીકાલે ગુરુવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાઈ જશે.

કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે ભાજપમાં જોડાશે. સૂત્રોના મતે સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

Latest Stories