ભાવનગરની હેતસ્વી સોમાણીએ ગર્ભાવસ્થામાં યોગા કરીને મહિલાઓને પણ ખાસ સંદેશો પાઠવ્યો

વિશ્વ યોગના દિવસે ભાવનગરની હેતસ્વી સોમાણીએ ગર્ભાવસ્થામાં યોગ કર્યા હતા. જોકે  હેતસ્વી સોમાણી યોગ ખેલાડી છે અને નાનપણથી યોગ કરતી આવી છે.  પરંતુ તેને ગર્ભાવસ્થામાં યોગ કરીને ગર્ભવતી મહિલાઓને એક પ્રેરણા જરૂર આપી

New Update



વિશ્વ યોગના દિવસે ભાવનગરની હેતસ્વી સોમાણીએ ગર્ભાવસ્થામાં યોગ કર્યા હતા. જોકે  હેતસ્વી સોમાણી યોગ ખેલાડી છે અને નાનપણથી યોગ કરતી આવી છે.  પરંતુ તેને ગર્ભાવસ્થામાં યોગ કરીને ગર્ભવતી મહિલાઓને એક પ્રેરણા જરૂર આપી છે. 

ભાવનગરની હેતસ્વી સોમાણી નાનપણથી જ યોગની અંદર પ્રવીણ બંધ છે.  ત્યારે 21 જૂન નિમિત્તે હેતસ્વી સોમાણીએ ગર્ભાવસ્થામાં પણ કેટલાક રોગ અને પ્રાણાયામ કરીને ગર્ભવતી મહિલાઓને સંદેશો પાઠવ્યો હતો. હેતસ્વી સોમાણીએ કરેલા પ્રાણાયામ અને આસનને પગલે તેને અન્ય ગર્ભવતી મહિલાને પ્રેરણા આપી હતી.  પરંતુ વધુમાં  હેતસ્વી સોમાણીએ જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ કેટલાક નિશ્ચિત આસનો અને પરણાયામ કરવામાં આવે તો ગર્ભવતી મહિલા અને બાળકનું જીવનસુડોળ અને સ્વસ્થ બની શકે છે. 

Latest Stories