રાજ્યભરમાં હિટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ હજુ પણ હિટવેવથી કોઇ રાહત મળે તેવી શકયતા જોવા મળી રહી નથી. તાપમાનના સતત ઉંચે જતાં પારાના કારણે રાજ્યભરમાં હિટવેવની સ્થિતિ યથાવત છે. ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department forecast)કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ચાર દિવસ રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા વરસતી રહશે.હવામાન વિભાગે હિટવેવની સ્થિતિને જોતા આજે 13 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. , તો 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ છે, તો છ જિલ્લામાં ગરમીના યલો એલર્ટની ચેતવણી અપાઇ છે. પોરબંદર,રાજકોટ, સુરેન્દ્રનગર,જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ છે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી,ગીર સોમનાથ અને અમરેલીમાં ગરમીના યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
અગનગોળા વરસતા ગુજરાત આકરા તાપમાં શેકાયું છે. ચાર શહેરોમાં ગરમીનું 45 ડિગ્રીનું ટોર્ચર યથાવત છે. નવ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. .. હજુ પણ ચાર દિવસ તાપમાનનો પારો 44 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.
45 ડિગ્રીથી વધુ તાપમાનમાં રાજ્યના ચાર શહેર શેકાયા .. સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી પાર થતા નાગરિકો પોકારી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે