રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધ્યો પ્રકોપ, 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું

રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધ્યો પ્રકોપ, 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું
New Update

રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે. રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ છે. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે.

હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.

રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન 45ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં 16મેએ 43.6, 17મે એ 44.2, 18 મેએ 44.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. જેની સરખામણીએ રવિવારે 44.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.3 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં 25 તારીખ સુધી તાપમાન 45ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

#India #ConnectGujarat #temperature #cities record
Here are a few more articles:
Read the Next Article