રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેજ એલર્ટ અપાયું

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આજની વાત કરીએ તો

New Update
વરસાદ

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

આજની વાત કરીએ તો આજે ગુજરાત રિજન માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. તેમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેજ એલર્ટ અપાયું છે. 

આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, ભારે વરસાદનું અનુમાન છે આવતી કાલથી આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

સિસ્ટમની વાત કરીઓ તો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસશે. મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.આજે આણંદ,ખેડા, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે  દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઊંચ મોજા ઉછળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ  આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

Latest Stories