/connect-gujarat/media/media_files/2025/11/02/photo_1747476978183-2025-11-02-10-02-17.jpeg)
હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો કે આ સિસ્ટમ પહેલા કરતા નબળી પડી ગઇ છે. જેના કારણે પવન અને વરસાદનું પ્રમાણ સોમવાર બાદ ધીરે ધીરે ઘટવા લાગશે જો કે હજુ આગામી 24 કલાક આ સિસ્ટમની અસર વર્તાશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સોમવાર સુધી ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમથાન, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ સહિતના આ ઉપરોકત એકાદ જિલ્લાઓમાં ભારે તો બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. હજુ પણ રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.આજે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવમાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 112 તાલુકામાં શનિવારે કમોસમી વરસાદ વરસ્યો.સૌથી વધુ ધંધુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો તો, પોરબંદર, લીમખેડા, સંખેડા, ઉમરાળા, ચુડા, ગરુડેશ્વર, સલાયા અને જંબુસર તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગતરાત્રે બે કલાકમાં ધોધમાર પોણો ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેતર અને રસ્તા થયા પાણી પાણી થઇ ગયા છે.