New Update
/connect-gujarat/media/post_banners/9f24a55d99ec112f950c00d8dd20358875a33b599060e65b219b14924a5e2ff9.webp)
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. વલસાડના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા.
વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. પવન સાથે વરસેલા વરસદાથી રોડ રસ્તા પણ પાણી ભરાઇ ગયા. વડોદરાના ડભોઈમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાઇ ગયો. ડભોઈના ઝારોલા વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધરમપુરી, વડજ, ચનવાળા, સાઠોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો.
Latest Stories