આગામી 2થી3 દિવસમાં અનેક જિલ્લામાં પડશે ભારે વરસાદ , સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા

એક સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. જેની અસરથી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં આજે વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે,

New Update
vrsad

એક સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. જેની અસરથી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં આજે વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે,

સૌરાષ્ટ્રમાં પણ આજથી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થશે, જેના પરિણામ સ્વરૂપ અતિભારે વરસાદ ખેડા, આણંદ, વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાઠામાં પડવાની શક્યતા છે.  ટૂંકમાં આ સિસ્ટમના કારણે  મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધવાની શકયતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કચ્છમાં આ રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 5 અને 6 સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. 7 સપ્ટેબરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધશે.

આગામી 2થી3 દિવસમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, નર્મદા, તાપી, ડાંગ,ભરૂચ, સુરત, નવસારી, વલસાડ,આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી,સાબરકાંઠા,મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદમાં આગામી 2થી 3 દિવસ વરસાદનું જોર વધશે. આ સાથે સુરેન્દ્રનગર,ભાવનગર, અમરેલી, બોટાદ ગીરસોમનાથના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. 6 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

Latest Stories