/connect-gujarat/media/media_files/2025/08/25/varsada-2025-08-25-22-02-58.jpg)
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં એક ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે. 27 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર -કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 28 થી 30 સપ્ટેમ્બર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં અપર એયર સાયક્લોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે .
માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું છે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરાયું છે.