રાજ્યના 6 જિલ્લામાં અતિભારે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત | Featured | સમાચાર, રાજ્યભરમાં આજે પણ  વરસાદી માહોલ યથાવત રહેશે. છ જિલ્લામાં અતિભારે વરસાદનું  (heavy rain)હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

New Update
રેન havyi

રાજ્યભરમાં આજે પણ  વરસાદી માહોલ યથાવત રહેશે. છ જિલ્લામાં અતિભારે વરસાદનું  હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ  શકે છે.

આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતનું એલર્ટ હવામાન વિભાગે (Meteorological Department) જાહેર કર્યું છે.. ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું (heavy rain)ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  તો ડાંગ અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં  આજે ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

Latest Stories