ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 2 જુલાઇ બુધવારના દિવસે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

New Update
2 varsad

ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 2 જુલાઇ બુધવારના દિવસે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગે આ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આજે ગુજરાતના કુલ 12 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વરસાદની તીવ્રતાની શક્યતા મુજબ  6 જિલ્લામાં ઓરેંજ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

 બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં  વરસાદનું ઓરેન્જ એલર્ટ

આ જિલ્લામાં યલો એલર્ટ

અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા,પંચમહાલ અને મહેસાણામાં રસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઉલ્લેખનિય છે કે,  હવામાન વિભાગે આગામી 7 જુલાઇ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી  છે. હવામાન વિભાગના આંકલન મુજબ 4 જુલાઇ બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની સંભાવનાને જોતા અગમચેતીના ભાગરૂપે  NDRF-SDRFની 32 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નોંધનિય છે કે, જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી છે. રાજ્યમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થતા 7 જુલાઇ સુધી ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનું અનુમાન છે. વરસાદગની શક્યતાને જોતા હવામાન વિભાગે  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Latest Stories