Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યું જારી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યું જારી
X

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે સામાન્ય લોકોને પાણી ભરાયેલા, પાકા રસ્તાઓ અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા વિનંતી કરી છે. બીજી બાજુ ગઈકાલે પણ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 12 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં પોણા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાધનપુરમાં પોણા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બેચરાજીમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાભરમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં સાડા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વંથલીમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દિયોદરમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડીસામાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બગસરામાં સવા ચાર ઈંચ વરસાદ

જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાપરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ

Next Story