અહી પણ તમને જોવા મળશે સિંહો,સૌથી મોટા બરડા અભ્યારણની કામગીરી પુરજોશમાં

ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં અભ્યારણને ખુબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે.

New Update
Gir abhyaran
Advertisment

Advertisment

ગીર બાદ સિંહો માટેનું સૌથી મોટું અભ્યારણ પોરબંદરના બરડામાં તૈયાર થવા જઈ રહ્યું છેત્યારે જુનાગઢ વન વિભાગ દ્વારા અભ્યારણને ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારે હવે સિંહોના બીજા રહેઠાણ તરીકે પોરબંદરના બરડામાં અભ્યારણને ખુબ જ ઝડપથી વિકસાવવા કામગીરી હાથ ધરી છે. ગીર બાદ સિંહોનું નવું ઘર વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છેત્યારે હવે પોરબંદરના બરડામાં સિંહોના વસવાટ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બરડા અભ્યારણમાં સિંહો માટે ગીરમાંથી 30 હરણને પણ સ્થાળાંતર કરવામાં આવ્યા છે. ગીર બાદ સિંહો માટેનું સૌથી મોટું અભ્યારણ પોરબંદરના બરડામાં તૈયાર થવા જઈ રહ્યું છેત્યારે વન વિભાગે અહી CCTVથી સજ્જ મોડીફાઈડ વાહન પણ તૈયાર કરાવ્યુ છે. બરડા અભ્યારણમાં હાલ 7 જેટલા સિંહો વસવાટ કરવા લાગ્યા હોવાનું પણ જુનાગઢ મુખ્ય વન સંરક્ષકે જણાવ્યુ હતું.

Latest Stories