/connect-gujarat/media/post_banners/93e869a08e59c5d76465490ce57ddf37d3156680466cb35c8bfc28216db93d0c.jpg)
ગુજરાતનાં વિવિધ જિલ્લાના લાભાર્થીઓ ગોબર ધન યોજના હેઠળ વિવિધ લાભ મેળવી સુખી સંપન્ન થયા છે ગુજરાતના ગામડા પરિવર્તનના પંથે છે. ગ્રામવાસીઓ હવે સ્વચ્છ ઈંધણ પસંદ કરી રહ્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં જ ગુજરાતમાં ૪ હજારથી વધુ પરિવારોએ ગોબર ધન યોજના હેઠળ ગોબર ગેસના પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યા છે.
જેથી ગૃહિણીઓને રસોઈ માટે ગેસ ઉપ્લબ્ધ થયો છે અને ખેડૂતને ગુણવત્તાવાળું ખાતર મળ્યું છે.ગુજરાતના ગામડાઓમાં સેંકડો ગ્રામજનોએ ગોબરધન યોજનાનો લાભ લઈ ગોબર ગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યા છે. જેથી "આમ કે આમ, ગુટલીઓ કે ભી દામ" કહેવતની જેમ પરિવારોને બેવડો લાભ થઈ રહ્યો છે. ગૃહિણીઓને બળતણ તરીકે ગેસ મળે છે, ખેડૂતને તેમાંથી ખાતર મળે છે. આવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ગારિડાના ફાતિમા માથાકિયા દ્વારા પણ આયોજનાનો લાભ લેવામાં આવ્યો છે