૨૦૨૪-૨૫ના પ્રથમ શૈક્ષણિક સત્રથી “નમો લક્ષ્મી” યોજના અમલમાં

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં "નમો લક્ષ્મી" યોજના જાહેર કરી હતી.

New Update

ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નમો લક્ષ્મી" યોજના જાહેર કરી છે જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની આશરે ૫.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં "નમો લક્ષ્મી" યોજના જાહેર કરી હતી. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની આશરે ૫.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Latest Stories