અંકલેશ્વર તાલુકાના એક ગામમાં બાળકીને રમાડવાના બહાને બોલાવી આધેડે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધડપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં આધેડે બાળકી રમાડવાના બહાને બોલાવી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી

New Update
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં બાળકીને રમાડવાના બહાને બોલાવી આધેડે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધડપકડ

અંકલેશ્વર તાલુકાના એક ગામના બની ચકચારી ઘટના

બાળકીને રમવાના બહાને બોલાવી આધેડે દુષ્કર્મ આચર્યું

ફરિયાદના આધારે પોલીસ દ્વારા કરાય આધેડની ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં આધેડે બાળકી રમાડવાના બહાને બોલાવી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતા 55 વર્ષીય આધેડે તેની બાજુમાં જ રહેતી 12 વર્ષીય બાળકીને પોતાના ઘરે રમવા બોલાવી હતી. બાળકી રમવા જતા આધેડની તેના પર દાનત બગડતા, તેણે બાળકી સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. ત્યારબાદ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી. આ ઘટના અંગે બાળકીએ તેણીના માતા-પિતાને જાણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર બનાવ અંગે બાળકીના પરિવારજનોએ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આધેડની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories