ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા જેમાં વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. દિલ્હી ખાતે મનોમંથન કર્યા બાદ ભાજપે 160 ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી.
ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી. જેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતા.160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે જ્યારે 85 જૂના ઉમેદવારોનાં પત્તા કપાઇ ગયા છે. આ સિવાય આ યાદીમાં 14 મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડવાના છે, જ્યારે તેમને કોંગ્રેસમાંથી ડૉ. અમીબેન યાજ્ઞિક ટક્કર આપશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે આ સીટ પરથી વિજય રૂપાણીના બદલે ભાજપે ડૉ. દર્શનાબેન શાહને ટિકિટ આપી છે. જ્યારે જામનગરથી હકુભાને પડતા મૂકીને રીવા બાને ટિકિટ આપવામાં આવી છે.