સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષા શરૂ, 59,171 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષા શરૂ થઇ

New Update
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષા શરૂ, 59,171 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષા શરૂ થઇ રહી છે. યુનિવર્સિટીના જુદા જુદા 40 જેટલા કોર્સના 59,171 વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે. પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-1ના 19,131 વિદ્યાર્થી, બી.એ. સેમેસ્ટર-1ના 19,653 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

આ સાથે બીસીએ સેમેસ્ટર-1, બીબીએ સેમેસ્ટર-1, બીએસસી સેમેસ્ટર-1 અને એમ.કોમ. સેમેસ્ટર-1 સહિત 40 જેટલા કોર્સના વિદ્યાર્થીઓ 194 કેંદ્રો પર પરીક્ષા આપશે. આજથી શરૂ થઇ રહેલી પરીક્ષામાં BCAના પેપર ઈ મેઈલથી મોકલાશે. તો મોટા ભાગના પરીક્ષા કેન્દ્રો પર યુનિવર્સીટી રૂબરૂ પેપર આપવા જશે. અગાઉના પેપર લીક પ્રકરણથી આ પરીક્ષામાં સતર્કતા રખાઈ છે.

Latest Stories