Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 104 પોઝિટિવ કેસ નોંધાયા, ત્રણ દર્દીના થયા મોત

ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે આજે રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 104 પોઝિટિવ કેસ નોંધાયા, ત્રણ દર્દીના થયા મોત
X

ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે આજે રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 104 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 153 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસ 20 કેસ નોંધાઇ છે અને બે દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,021 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે ત્રણ દર્દીનું મોત નિપજ્યું છે અમદાવાદમાં 2 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો સુરત કોર્પોરેશન 45, અમદાવાદ કોર્પોરેશન 20, ગાાંધીનગર કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 6, સુરત 5, ગાંધીનગર 4, રાજકોટ 3, બનાસકાંઠા 2, કચ્છ 2, નવસારી 2, રાજકોટ કોર્પોરેશન 2, ભરૂચ 1, જામનગર કોર્પોરેશન 1, પોરબંદર 1, સાબરકાંઠા 1, તાપી 1, વડોદરા 1, વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1291 એક્ટીવ કેસ છે જે પૈકી 4 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1287 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,112 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,00,148 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,50,97,334 લોકોનું રસીકરણ થયું છે.

Next Story