રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા, 170 દર્દી થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા છે અને 170 દર્દી સાજા થયા છે. તો આજે બનાસકાંઠા જિલ્લામાં એક દર્દીનું મોત થયું

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા, 170 દર્દી થયા સાજા
New Update

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 124 નવા કેસ નોંધાયા છે અને 170 દર્દી સાજા થયા છે. તો આજે બનાસકાંઠા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા પર સ્થિર રહ્યો છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી સુરતમાં 36 અને અમદાવાદમાં 30 કેસ વડોદરામાં 14 અને બનાસકાંઠામાં 8 કેસ વલસાડ અને ગાંધીનગરમાં 7-7 કેસ કચ્છમાં 5, મહેસાણા અને રાજકોટમાં 4-4 કેસ પાટણમાં 3, નવસારી, સાબરકાંઠા અને તાપીમાં 2-2 કેસ અરવલ્લી, ભરૂચ, દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 73 હજાર 911ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 29 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 61 હજાર 833 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1049 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 1046 દર્દીઓની હાલત સ્થિર છે.

#India #ConnectGujarat #Patients #new cases #Coronacase
Here are a few more articles:
Read the Next Article