રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા, એક દર્દીનું મોત થયું

New Update
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા, 317 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 218 કેસ નોંધાયા છે. જેની સામે 260 દર્દીઓ સાજા થયા છે અને હાલ સાત દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, આ સાથે રાજ્યમાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થયું છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2013 એક્ટિવ કેસ છે. જેમાંથી સાત દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2006 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,71,840 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11061 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Latest Stories