Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા, ત્રણનાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા, ત્રણનાં મોત
X

હાલ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણનાં મોત થયા છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે.7 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અમદાવાદમાં સોથી વધુ 83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8, સુરતમાં 36, રાજકોટમાં 9, વલસાડમાં 6, મહેસાણામાં 10, સાબરકાંઠામાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, આણંદમાં 2, નવસારીમાં 2, જૂનાગઢમાં 1, મોરબીમાં 21, પંચમહાલમાં 1, ખેડામાં 1, ગીર સોમનાથમાં 1, દાહોદમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાય છે.

Next Story