New Update
/connect-gujarat/media/post_banners/28bbd8e5a8a2683f5d8aa4dd8fa356ccb24207de0c7dff35a6a84f6cb261ac3f.webp)
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના 300ની આસપાસ કેસ સામે આવતા હતા. જો કે, આજે કોરોના વાયરસે રોકેટગતિ પકડી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 397 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.
જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે અમદાવાદ અને મહેસાણામાં 1-1 મોત પણ થયા છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 137 કેસ, મહેસાણામાં 46 કેસ, વડોદરા શહેરમાં 27 કેસ, સુરત શહેરમાં 26 કેસ અને રાજકોટ શહેરમાં 11 કેસ નોંધાયા છે.