રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત કોંગ્રેસ લડી લેવાના મુડમાં

રાજકોટના અગ્નિકાંડમાં થયાના આટલા દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી ભાજપ હાય હાય ...

author-image
By Connect Gujarat Desk
New Update

 અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ લડી લેવાના મુડમાં

ગુજરાત કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચાર કર્યા

કોંગ્રેસનું પીડિતોને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન

CP ઓફિસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યો

ગેમઝોન આગકાંડમાં 27 લોકો જીવતા ભુજાયા હતા

 રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય અપોના નારા સાથે રાજકોટ CP ઓફિસનો ઘેરાવ કરી વિવિધ સૂત્રોચાર કરી કર્યા હતા

રાજકોટના અગ્નિકાંડમાં થયાના આટલા દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છેતેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી ભાજપ હાય હાય અને પીડિતોને ન્યાય આપોના નારા સાથે હલ્લાબોલ કર્યો હતો  કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરઅમિત ચાવડાજિજ્ઞેશ મેવાણીવિમલ ચુડાસમા હિરાભાઇ જોટવા પાલભાઈ આંબલીયા નયનાબા જાડેજા સહિતના નેતાઓ વિરોધમાં જોડાયા હતા SITના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે. જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરીનાં રોડ પર ચક્કાજામ કરાયો હતો. જેમાં પોલીસ દ્વારા ટીંગાટોળી કરી તમામ લોકોની અટકાય કરી હતી  અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ડેરા તંબુ તાણીને બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કેદુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે. તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કેઆ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી. વધુમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કેસ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છેપરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે.

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે એટલી અસામાજિક તત્વો, કાંડ કરનારાઓ પર કાર્યવાહી કરે તો કહેવાય કે પોલીસ પોતાનું કામ કરે છે આવો સાંભળીએ ગેનીબેને વધુમાં શું જણાવ્યું.?

અગ્નિકાંડની દુર્ઘટનાના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં જેટલી પણ દુર્ઘટનાઓ સર્જાઇ છે તે સરકારની મિલીભગતને લીધે સર્જાય છે આવી દુર્ઘટનાની માત્ર ને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર છે

 

Latest Stories