ગુજરાત શેકાયું ગરમીમાં, રાજકોટ 40 ડીગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર

New Update
ગુજરાત શેકાયું ગરમીમાં, રાજકોટ 40 ડીગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર

રાજ્યના ગરમીનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં વધારો થયો છે. જેમાં સિઝનની સૌથી વધુ ગરમી રાજકોટમાં 40 ડિગ્રી ઉપર નોંધાઈ છે. તો હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કેટલી હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ માં હીટવેવ નોંધાયું છે. જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો આજે પણ હિટવેવની આગાહી છે. આ સાથે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રી થી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.

સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 38.3 ડિગ્રી ડીસામાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કોસ્ટલ એરિયામાં 37 ડિગ્રી ઉપર તાપમાન એટલે હિટવેવ અપાય છે. પોરબંદર અને ગીર સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં આવતા 37 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટવેવ અપાયું છે. તો કચ્છમાં પણ હિટવેવ જોવા મળ્યું છે. અને હજુ પણ તાપમાન વધવાની શકયતા છે.

Latest Stories