/connect-gujarat/media/post_banners/b3ae04ebc7e658a43a116d81612f968e1ee26d48864a7142b9f3e2a337140887.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલે સેલવાસમાં NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું લોકાર્પણ કરશે.સાથે જ દેવકામાં સી-ફ્રન્ટના લોકાર્પણ સહિત અંદાજે 4 હજાર 850 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે પ્રશાસને વિશેષ તૈયારીઓ કરી છે. પાણી, શૌચાલય, દવા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલથી 2 દિવસીય દેશના વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ 36 કલાકમાં 7 રાજ્યોમાં 8 અલગ-અલગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5000 કિલોમીટરની સફર કરશે. દિલ્હીથી શરૂ કરીને PM મોદી સૌથી પહેલા મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કેરળની મુલાકાત લેશે અને ત્યાંથી પશ્ચિમમાં કેન્દ્રશાસિત પ્રદેશોથી થઈને દિલ્હી પરત ફરશે.