દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ, બારડોલીમાં સૌ થી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ, બારડોલીમાં સૌ થી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો
New Update

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે

24 કલાકમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે.જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 6 ઈંચ ખાબક્યો છે.જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી લઈ 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યં છે. આ 10 જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.10 જિલ્લામાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.

#Gujarat #South Gujarat #Rainfall #Bardoli received #ConneectGujarat
Here are a few more articles:
Read the Next Article