Connect Gujarat
ગુજરાત

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ
X

ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુકશે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 12 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં 55 દેશના 153 પતંગબાજો ઉડાડવા અમદાવાદમાં આવશે. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે હાજર રહેશે.

આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવાલનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી એટલે કે 7 થી 12 જાન્યુવારી સુધી અમદાવાદ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે. રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત પ્રવાસન વિભાગના મંત્રી મુળુ બેરા પણ પ્રસંગે હાજર રહેશે. ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા કરવામાં આ ખાસ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આજથી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આમાં 55 દેશના 153 પતંગબાઝો આવશે અને પતંગ ઉડાડશે. આ ઉપરાંત ગુજરાત બહારના 12 રાજ્યોના 68 પતંગબાઝો પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત રાજ્યના 23 શહેરોના 865 પતંગબાઝો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

Next Story