Connect Gujarat
ગુજરાત

જામનગર : “નળ સે જળ” યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે, 1.42 લાખ ઘરોમાં અપાયું નળ જોડાણ...

જામનગરના મોટા ઠાવરિયા ગામે વાસમો પુરસરકૂટ આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

જામનગરમાં ‘નળ સે જળ’ યોજના અંતર્ગત સૌની યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે છે, ત્યારે શહેર તથા જીલ્લામાં 1.42 લાખ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ, 1.45 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે. એટલું જ નહીં, નવો ફિલ્ટર પ્લાન્ટ અને એએસઆર પણ ઊભા કરવામાં આવશે.

જામનગરના મોટા ઠાવરિયા ગામે વાસમો પુરસરકૂટ આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 85.22 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ 1.50 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ, 75,000 લિટર ક્ષમતા ધરાવતી ઊચી ટાંકી, 14 કિલોમીટર લાંબી આંતરિક વિતરણ પાઇપલાઇન, ગામના 476 ઘરોમાં નળ જોડાણ અને પંપ હાઉસનો સમાવેશ થાય છે, ત્યારે જામનગર જીલ્લામાં સૌની યોજનાના લક્ષ્યાંકો પરિપૂર્ણ થવાના આરે છે. જામનગર શહેર અને જિલ્લાના 1.42 લાખ ઘરોમાં નળ સે જળ યોજના હેઠળ નળ જોડાણ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ, 1.45 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે. જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તાર સહિત 143 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ આવનારા દિવસોમાં એક નવો ફિલ્ટર પ્લાન્ટ અને એએસઆર પણ બનાવવામાં આવનાર છે.

Next Story