Connect Gujarat
ગુજરાત

જામનગર: જોડિયા પોલીસ મથકના PSI અને રાઈટરને સસ્પેન્ડ કરાયા,વાંચો શું છે મામલો

પોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું

જામનગર: જોડિયા પોલીસ મથકના PSI અને રાઈટરને સસ્પેન્ડ કરાયા,વાંચો શું છે મામલો
X

જામનગર જિલ્લાનું જોડિયા પોલીસમથક વર્ષોથી ચર્ચાઓમાં રહેવા ટેવાયેલું છે.ઘણાં લાંબા સમય બાદ જોડિયા પોલીસ પર વીજળી ત્રાટકી છે. એક PSI અને રાઈટરને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે અને ચાર પોલીસકર્મીઓને જોડિયાથી ઉપાડી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફેંકી દેવામાં આવ્યા છે. જેને પરિણામે જામનગર સહિત સમગ્ર હાલારમાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.

જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જોડિયા પોલીસ સ્ટેશનના ચાર કર્મીઓ નિકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જયવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર દિવ્યરાજસિંહ જટુભા જાડેજાને જોડિયાથી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે કે, જોડિયા પોલીસમથકનો જાતીય સતામણીનો એક મામલો ધ્યાન પર આવ્યો હતો, જેમાં જેઓ વિરુદ્ધ ગંભીર એલિગેશન બહાર આવ્યા હતાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેઓ આ મામલામાં ક્યાંક ને ક્યાંક ચિત્રમાં આવેલાં હોવાનું જાણવા મળે છે તેઓની બદલીઓ કરી નાંખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જોડિયા પંથક રેતીચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. જેના તાર છેક નેતાઓ સુધી નીકળતાં હોવાની ચર્ચાઓ સમયાંતરે થતી રહેતી હોય છે. અને ખાણખનિજ વિભાગ પણ આ બાબતે ખાસ એક્ટિવ ન હોવાની સ્થિતિ છે. રેતીચોરી મુદ્દે જોડિયા પોલીસમથકની ભૂમિકા પણ અવારનવાર ચર્ચાઓનો વિષય બનતી રહે છે

Next Story