જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે સોંપી મોટી જવાબદારી, તેલંગણા સ્ક્રીનીંગ કમિટીના સભ્ય બનાવાયા

New Update
જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે સોંપી મોટી જવાબદારી, તેલંગણા સ્ક્રીનીંગ કમિટીના સભ્ય બનાવાયા

કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચાર રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે જ્યાં આ વર્ષે ચૂંટણી યોજાશે. કોંગ્રેસે બુધવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી છે, જેમાં ગૌરવ ગોગોઈ અને અજય માકન સહિત અનેકવરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મોટી જવાબદારી સોંપી હતી. તેલંગણા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય તરીકે મેવાણીની નિમણૂક કરવામાં આવી છે.

સ્ક્રીનિંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે હોય છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવવામાં આવ્યું હતું કે ગૌરવ ગોગોઈ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની આગેવાની કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, છત્તીસગઢમાં અજય માકન અને કે.કે. મુરલીધરન આ કમિટીનું નેતૃત્વ કરશે.

Latest Stories