જુનાગઢ : પોલીસનો યુનિફોર્મ પહેરી લોકોમાં રોફ જમાવતો નકલી ASI અસલી પોલીસના હાથે ઝડપાયો...

જુનાગઢ ગાંધીગ્રામ-સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે,

New Update
જુનાગઢ : પોલીસનો યુનિફોર્મ પહેરી લોકોમાં રોફ જમાવતો નકલી ASI અસલી પોલીસના હાથે ઝડપાયો...

જુનાગઢ શહેરના સી’ ડિવિઝન પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતાં પોલીસનો યુનીફોર્મ પહેરી લોકોમાં રોફ જમાવતા નકલી ASIની ધરપકડ થતાં ચકચાર મચી જવા પામી છે. સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન બાતમી મળી હતી કે, જુનાગઢ ગાંધીગ્રામ-સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે, અને પોલીસ ખાતામાં કોઈપણ નોકરી કરતા નથી.

આવી હકિકતના આધારે યુવરાજ રામશી જાદવ નામનો શખ્સ કોઇપણ પ્રકારના પોલીસ રાજ્યસેવક તરીકેનો હોદો ધરાવતો ન હોવા છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જુનાગઢ ગાંધીગ્રામ-સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે,ASIના હોદ્દા પર હોવાનો દેખાવ કરવા યુનિફોર્મ સિવડાવી પહેરી ASI તરીકેનું ખોટું નામ ધારણ કરી ગુન્હો આચારતા સી’ ડિવિઝન પોલીસ મથકમાં યુવરાજ રામશી જાદવ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.