જૂનાગઢ : GIDC-1માં આવેલ સાવરણીના કારખાનામાં આગ લાગી, 10 લાખથી ઉપરાંતનો સામાન બળીને ખાખ

સાવરણી બનાવવાના કારખાનામાં આગ સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી ૧૦ લાખથી વધુનો માલસામાન બળીને ખાખ

New Update
જૂનાગઢ : GIDC-1માં આવેલ સાવરણીના કારખાનામાં આગ લાગી, 10 લાખથી ઉપરાંતનો સામાન બળીને ખાખ

જુનાગઢ જીઆઇડીસી -1 માં આવેલ સાવરણી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

ગત રાત્રીના સમયે જૂનાગઢમાં આવેલ જીઆઇડીસી એક વિસ્તારમાં આવેલા રઝા એન્ટરપ્રાઇઝ નામના સાવરણી બનાવવાના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ગોડાઉન માલિકની થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

સાવરણી બનાવવાના કારખાનામાં રહેલ મશીનરી તેમજ અનેક ચીજવસ્તુઓ સહિત ૧૦ લાખથી વધુનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. કારખાનાના માલિક નો આક્ષેપ છે કે કોઇ એ જાણી જોઈને આગ લગાવી છે.. પરંતુ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.