જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ

જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ
New Update

વંથલીનાં ધંધુસર ખાતે અજીબોગરીબ રા ઉત્સવ

આઝાદી પહેલાથી ઉજવાય છે આ ઉત્સવ

માનતાઓ પૂર્ણ થાય તે લોકો રા નું સ્વરૂપ કરે છે ધારણ

ગધેડા પર સવાર થઈ વાજતેગાજતે નીકળે છે વરઘોડો

ધુળેટીનાં દિવસે નીકળે છે ગામમાં ફુલેકું

જુનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં અજીબોગરીબ પરંપરા સાથે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. તહેવારો સમયે ઉજવાતા રા ઉત્સવની વિગતો જુઓ આ રિપોર્ટમાં

દુનિયા ભલે હાઇટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી એવી અજીબો ગજીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે. ગામલોકોની માન્યતા મુજબ "રા" માં એક દૈવીય શક્તિ છે. જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે. જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી "રા" નું રૂપ ધારણ કરે છે. અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે.અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ "રા"ને પોખે છે. આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલા થી જોડાયેલી છે.અને ત્યાર થી જ આ ગામમાં અનોખો "રા" ઉત્સવ મનાવવામાં આવે છે.

#ConnectGujarat #Junagadh #Vanthali #“Ra” festival celebrated #independence #Dhandhusar village
Here are a few more articles:
Read the Next Article