જુનાગઢ : MBBSમાં ફી વધારા મુદ્દે AAP-કોંગ્રેસ દ્વારા રેલી યોજાય, અયોધ્યાની જેમ જાકારો મળતા વાર નહીં લાગે: રેશ્મા પટેલ

 AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે

New Update

MBBSમાં ફી વધારા મુદ્દે યોજાય ઉગ્ર વિરોધ પ્રદર્શન રેલી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું

રેશ્મા પટેલ તેમજ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

અયોધ્યાની જેમ જાકારો મળતા વાર નહીં લાગે : રેશ્મા પટેલ

ફીમાં રાહત અને ફી વધારો રોકવા માટે કરવામાં આવી માંગ

 જુનાગઢ ખાતે MBBSમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીએ તાજેતરમાં જ તેની 13 કોલેજમાં MBBSની વાર્ષિક ટ્યૂશન ફી રૂ. 3.50 લાખથી વધારી રૂ.5.50 લાખ કરી છે.

એક જ વારમાં 57.14 ટકા ફી વધારો કરાતા એમબીબીએસના વિદ્યાર્થીએ સાડા 4 વર્ષના આ કોર્સ માટે રૂ. 24.75 લાખ ચૂકવવા પડશેત્યારે જુનાગઢ ખાતે MBBSમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરભરમાં યોજેલી રેલી દરમ્યાન ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

 AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કેફી વધારો પાછો ખેંચોનહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે. પેપરો ફૂટતા ન રોકી શકનાર ભાજપ સરકાર હવે ફી વધારો કરી રહી હોવાનો પણ રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો. આમ જનતાને ફીમાં રાહત આપો અને તોંતિંગ ફી વધારા રોકો એ જ માંગ સાથે ઇન્ડિયા ગઠબંધન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Latest Stories