જુનાગઢ : જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ સહપરિવાર સાથે કર્યું મતદાન, વધુ લોકો મતદાન કરવાની કરી અપીલ

New Update
જુનાગઢ : જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ સહપરિવાર સાથે કર્યું મતદાન, વધુ લોકો મતદાન કરવાની કરી અપીલ

જૂનાગઢ જિલ્લામાં શાંતિ પૂર્ણ મતદાનનો પ્રારંભ

મતદાન કરવા માટે મતદારો કતારબદ્ધ જોવા મળ્યા

જૂનાગઢ તા.૭ આજે લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં મતદારોમા પણ ઉત્સાહ પૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવી રહ્યા છે. મતદાન મથકો ઉપર લોકો કતારબદ્ધ જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવાસીયાએ સહ પરિવાર વહેલી સવારે ગાંધીગ્રામ શિશુ મંગલ સંસ્થા નજીક જૂનાગઢ ઈન્ટરનેશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આ તકે કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા તથા પ્રજાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા માટે તમામ લોકો પરિવારની સાથે ઘરની બહાર નીકળી મતદાન મથકોમાં મતદાન કરીને દેશના આ મહાપર્વમાં પોતાની સહયોગ આપીને વધારેમાં વધારે મતદાન કરે.

Latest Stories