Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભેસાણના ચુડા ગામે પાડોશી જ નીકળ્યો હત્યારો, લૂંટના ઇરાદે કરી હતી વૃદ્ધાની હત્યા...

X

ભેસાણના ચુડા ગામે લૂંટના ઇરાદે થઈ હતી વૃદ્ધાની હત્યા

ઘરે ભોય ટાંકામાંથી વૃદ્ધાનો મૃતદેહ મળતા પોલીસ તપાસ

પાડોશી જ વૃદ્ધાની હત્યા કરનાર આરોપી નીકળ્યો : પોલીસ

ગત તા. 2જી ઓગષ્ટના રોજ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 70 વર્ષીય વૃદ્ધા જીવતીબેન વસાણી નામના વૃદ્ધાની હત્યાથી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધાના જ ઘરમાં કોઈ અજાણ્યા શખ્સે લૂંટના ઇરાદે ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી મૃતદેહને ઘરમાં આવેલ ભોય ટાંકામાં નાખી દીધો હતો. લૂંટ વીથ મર્ડરના બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાડોશમાં રહેતા લોકો, ગ્રામજનો અને સગા સંબંધીઓની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પાડોશમાં જ રહેતા દિલાવર સિપાઈ સામે શંકા વ્યકત કરવામાં આવતા પોલીસે તેને અટકમાં લઈ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં દિલાવર પડી ભાંગ્યો હતો અને પોતે જ જીવતીબેનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસે વૃદ્ધાના 50 હજારની કિંમતના સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હત્યારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story