Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : રૂ. 7.91 કરોડના ખર્ચે ગિરનારના પગથિયાઓ પર 11 KV વીજ લાઈનના કામનું ખાતમુહર્ત કરાયું...

ગિરનાર ખાતે રોપ-વે સહિતના વિવિધ પ્રકલ્પો અહી આવતા પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

X

ગિરનારની મુલાકાતે આવતા પર્યટકોની સુવિધામાં વધારો

રૂ. 7.91 કરોડના ખર્ચે ગિરનાર પર્વત રોશનીથી ઝળહળશે

ગિરનારના પગથિયે પર 11 KV વીજ લાઈનનું ખાતમુહર્ત

રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ. 7.91 કરોડના ખર્ચે જુનાગઢ સ્થિત ગિરનાર પર્વતના અલગ અલગ પગથિયાં પર 11 KV વીજ લાઈનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. ગિરનાર એ જુનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે, જ્યાં 5 પર્વતો પર 866 મંદિરો આવેલા છે. ગિરનાર પર પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવું કહેવાય છે કે, કુલ 9,999 પગથિયા છે. જોકે, હવે ગિરનાર ખાતે રોપ-વે સહિતના વિવિધ પ્રકલ્પો અહી આવતા પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

તેવામાં દિવાળી વેકેશન સહિતની રજાઓમાં મોટી સંખ્યામાં પર્યટકોએ ગિરનાર પર્વતની મુલાકાત લીધી હતી, ત્યારે હવે અહી આવતા પર્યટકોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. ગિરનાર પર્વતના અલગ અલગ પગથિયાં હવે રોશનીથી ઝળહળી ઉઠશે. રાજ્ય સરકારની રૂ. 7.91 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનારની તળેટીથી અંબાજી સુધીના પગથિયાં પર 11 KV વીજ લાઈનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જોકે, કાર્ય પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત ઉપર પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતા પરમાર, ડે. મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story