Connect Gujarat
ગુજરાત

“જુનાગઢ વાયબ્રન્ટ” : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રૂ. 1200 કરોડના 1,072 MOU સંપન્ન...

જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ અંગે આગળ વધવા શરુ થયેલા જિલ્લા મથકના વાયબ્રન્ટ મહોત્સવ અંતર્ગત જુનાગઢ ખાતે “જુનાગઢ વાયબ્રન્ટ” સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વાયબ્રન્ટ ગુજરાત બાદ રાજ્યના તમામ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ અંગે આગળ વધવા શરુ થયેલા જિલ્લા મથકના વાયબ્રન્ટ મહોત્સવ અંતર્ગત જુનાગઢ ખાતે “જુનાગઢ વાયબ્રન્ટ” સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ એટલે ઔદ્યોગિક દ્રષ્ટ્રીએ પછાત જીલ્લો. કારણ કે, અહીં મોટા ઉદ્યોગો સ્થાપી શકાય તેવી સ્થિતિ નથી. પણ અહીં સ્થપાયેલા નાના ઉદ્યોગો પણ વિશ્વ ફલક ઉપર પોતાના ઉત્પાદનોને પહોંચાડી શકે તેવી ઉજળી તક સાથે જોડાયેલા છે. જુનાગઢ ખાતે આયોજિત “જુનાગઢ વાયબ્રન્ટ” સમિટમાં ઉપસ્થિત યુવા સાહસિકોએ ડીહાઇડ્રેશન પ્લાન્ટ માટે સૌથી વધુ રસ દાખવ્યો હતો. વાઇબ્રન્ટ સમિટમાં કુલ રૂ. 1200 કરોડના 1072 એમઓયુ સંપન્ન થયા હતા. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત આયોજન એવા “જુનાગઢ વાયબ્રન્ટ” સમિટ જુનાગઢ માટે નવી દિશા ખોલનાર સાબિત થાય તેવા ઉજળા સંજોગો જોવા મળ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, “જુનાગઢ વાયબ્રન્ટ” સમિટમાં લોકોનો ઉત્સાહ જોતા લાગી રહ્યું છે કે, આપણે હવે ઔદ્યોગિક પછાત નહીં પરંતુ વિકસિત વિસ્તાર તરીકે પ્રસ્થાપિત થઇ શકીએ છે.

Next Story