કચ્છ : વરસાદી વાતાવરણ વચ્ચે ભુજમાં વિજળી વેરણ બની

કચ્છના ભુજ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે સ્થાનિકોએ વીજ કચેરીમાં ઉગ્ર રજુઆત કરી હતી

New Update
કચ્છના ભુજમાં વરસાદી વાતાવરણ
વરસાદી વાતાવરણ વચ્ચે વિજળી વેરણ બની
વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો ત્રસ્ત
નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ
વીજ કચેરીએ કરાય ઉગ્ર રજુઆત
કચ્છના ભુજ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે સ્થાનિકોએ વીજ કચેરીમાં ઉગ્ર રજુઆત કરી હતી.

કચ્છના ભુજ શહેરમાં હાલ વરસાદી વાતાવરણના પગલે દિવસભર સખત ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન કલાકો સુધી વિજ પ્રવાહ બંધ રહ્યો હતો અને લો વોલ્ટેજની સમસ્યા તેમજ લોડ વધી જવાથી રાત્રિના સમયે પણ વીજ પ્રવાહ બંધ રહેતા અડધી રાત્રિએ ભુજના લોકો વિજ કચેરીએ ઘસી ગયા હતા.રાત્રિના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લાઈટ ના મળતા રોષે ભરાયેલા લોકોએ કચેરીમાં  ઉગ્ર રજૂઆત કરી હતી અને અધિકારીઓ ફોન ના ઉપાડતા હોવાના આક્ષેપો કર્યા હતા છેલ્લા 3 દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે કાયમી ઉકેલ માટે લોકોએ માંગણી કરી છે. ભુજ સિટી 1માં આવતા પ્રમુખ સ્વામી નગર, મુન્દ્રા રિલોકેશન સાઈટ તથા સિટી 2 વિસ્તારમાં આવતા એરપોર્ટ રિંગ રોડ, અંજલિ નગર અને રામકૃષ્ણ સોસાયટીના લોકો વિજળીના પ્રશ્ને હાલાકી વેઠી રહ્યાં છે અને આ બાબતે ધારાસભ્યને પણ રજુઆત કરી હતી

Here are a few more articles:
Read the Next Article