સોશીયલ મીડીયા સ્ટાર અને ગરીબોના મસીહા સાબિત થયેલા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પ્રખ્યાત સેલિબ્રિટી ગણાય છે ત્યારે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા સોશીયલ મીડીયા સ્ટાર અને ગરીબોના મસીહા સાબિત થયેલા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પ્રખ્યાત સેલિબ્રિટી ગણાય છે અને ખજુરભાઈના લગ્ન સાવરકુંડલાના દોલતી ગામના મિનાક્ષી દવે સાથે 8 ડિસેમ્બરના રોજ સાવરકુંડલાના બ્રહ્નપુરી ખાતે સંપન્ન થયેલા હતા.
ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવે જોડે બારડોલીમાં સગાઈ થઈ હતી અને અમરેલી જિલ્લાના દોલતી ગામના મીનાક્ષી દવેનું વતન છે.મીનાક્ષી અને ખજૂરભાઈની મુલાકાત પણ દોલતી ગામમાં થઈ હતી મીનાક્ષી દવેએ ફાર્મસીમાં બેચલર કરેલું છે અને હાલ અમદાવાદ નોકરી કરે છે જ્યારે 8 તારીખે ખજૂરભાઈ વાજતે ગાજતે સાવરકુંડલા ખાતે જાન લઈને આવ્યા હતા પણ જે પ્રકારે સોશીયલ મીડીયામાં ખજૂરભાઈ સુપર હિટ છે એ મુજબ સેલિબ્રિટી હોવા છતાં લગ્નમાં સાદગી જોવા મળી હતી.