Connect Gujarat
ગુજરાત

ખેડા : કપડવંજ બાગાયત ખાતા દ્વારા “અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમ શિબિર યોજાય...

અર્બન હોર્ટિક્લચરનું મહત્વ તથા અત્યારના આધુનિક યુગમાં અર્બન હોર્ટિક્લચરની જરૂરિયાત વિષે જીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી

ખેડા : કપડવંજ બાગાયત ખાતા દ્વારા “અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમ શિબિર યોજાય...
X

ખેડા જિલ્લામાં નાયબ બગાયત નિયામકની કચેરી નડિયાદ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત કોટન કલેકશન સેન્ટર, કપડવંજ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૪/૦૮/૨૦૨૩થી તા. ૨૫/૦૮/૨૦૨૩ કપડવંજ નગરપાલિકા વિસ્તારમાંથી ૬૦-૬૦ જેટલાં તાલીમાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર વિષય પર વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. જેમાં અર્બન હોર્ટિક્લચરનું મહત્વ તથા અત્યારના આધુનિક યુગમાં અર્બન હોર્ટિક્લચરની જરૂરિયાત વિષે જીણવટ પૂર્વક માહિતી સાથે સાથે તેઓ એ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની પણ માહિતી પુરી પાડી હતી.

આ ઉપરાંત અર્બન હોર્ટિક્લચર ડેવેલોપમેન્ટ પ્રેઝન્ટેશન સાથે કિચન ગાર્ડન માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓ પોતાના ઘરે શાકભાજી ઉગાડી શકે એ માટેની જરૂરિયાત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તાલીમાર્થીઓને લીંબુના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં બાગાયત મદદનીશ, બાગાયત અધિકારી તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story