કચ્છ કડુલી નજીકથી 10 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, 5.34 કરોડનો મુદ્દામાલ જપ્ત

એક પેકેટનું વજન એક કિલોગ્રામનું હોવાનું બહાર આવ્યું છે, ત્યારે એકસાથે 10 પેકેટ ડ્રગ્સના મળી આવતા કોઠારા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

New Update
કડુલી નજીકથી 10 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કડુલી નજીક દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 10 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાતના દરિયા કિનારા પરથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી દરિયા કિનારે ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે. આવી જ એક ઘટના ફરી વાર સામે આવી છે.

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કડુલી નજીક દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 10 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જોકેબિનવારસી મળી આવેલ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 5 કરોડ 34 લાખ રૂપિયા આકવામાં આવી રહી છે. એક પેકેટનું વજન એક કિલોગ્રામનું હોવાનું બહાર આવ્યું છેત્યારે એકસાથે 10 પેકેટ ડ્રગ્સના મળી આવતા કોઠારા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Latest Stories