કચ્છ જિલ્લાના લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં BSFના જવાન ફસાઈ ગયા હતા. તેઓને પાણી ન મળવાના કારણે મોત થયા હોવાનું હોસ્પિટલ ચોકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
કચ્છ જિલ્લાના લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક છે. જેમાં BSFના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જોકે, આ દલદલી ક્રિકમાં જવાનો ફસાયા હતા, અને 2 જવાનોએ ક્રિકમાં અંતિમ શ્વાસ લીધા હતા. દયાલકુમાર બસતનરામ હેડ કોન્સ્ટેબલ, રહેવાશી મલીપાટન, ઉત્તરાખંડ અને વિશ્વા દેવા રમણનાથ ઝા, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મૂળ રહેવાસી કદારા, બિહારના જવાનો શહીદ થયા હતા.
દલદલી ક્રિકમાં BSFના 2 જવાન શહીદ
તેઓના મોત ક્રિકમાં પાણી ન મળવાના કારણે થયા હોવાનું હોસ્પિટલ ચોકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત 5 BSFના જવાનોને ડ્રિહાઇડ્રેશનની અસર થવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે.