કચ્છ : સીમા સુરક્ષા દળની ટીમને કોરીક્રિક નજીક એક કિલો ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

New Update
કચ્છ : સીમા સુરક્ષા દળની ટીમને કોરીક્રિક નજીક એક કિલો ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

કચ્છના લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર કોરીક્રિક નજીક હેરોઇન મળી આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કબ્જે કરાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ સીમા સુરક્ષા દળની ટીમે કબ્જે કર્યું હતું, 1 કિલો હેરોઇનની કિંમત 5 કરોડ આંકવામાં આવે છે. દરિયાઈ મોજામાં તણાઈને આવ્યો હોવાનું તારણ દર્શાવાયું છે, આ બનાવ બાદ એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા હતા, તેમજ અન્ય 6 પેકેટ કબ્જે કર્યા હતા. અવારનવાર ઝડપાઇ રહેલા પેકેટ તપાસ માંગી લે તેમ છે,આજે સીમા સુરક્ષા દળ દ્વારા ઝડપી પાડવામાં આવેલ પેકેટને લઈને એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે ડ્રગ્સ અંગે ઊંડી તપાસ જરૂરી હોવાનો જાણકારો માની રહ્યા છે.