/connect-gujarat/media/post_banners/92d9488a9623d70b0dc1829c826a3a298d61d33a711180d32dd97eeb4b0e2438.webp)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં રાજીનામાના કારણે ઉતાર-ચઢાવ શરૂ છે, ત્યારે વધુ આમ આદમી પાર્ટી એક વખત ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. કચ્છની અબડાસા બેઠક AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ચૂંટણી પહેલા ભાજપને સમર્થન કર્યું છે. તેઓ ભાજપના સમર્થન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 2 જ દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બનાવ્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા છે. તદુપરાંત તાજેતરમાં જ થોડા દિવસ અગાઉ જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ (રાજકોટ) અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય વાંસદા તાલુકાના પણ 100થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠન મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.