કચ્છ: ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને ત્રીજી વખત નલિયા કોર્ટમાં રજૂ કરાયો,4 દિવસના રિમાન્ડ મંજૂર

કચ્છ-નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને ત્રીજી વખત નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

કચ્છ: ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને ત્રીજી વખત નલિયા કોર્ટમાં રજૂ કરાયો,4 દિવસના રિમાન્ડ મંજૂર
New Update

કચ્છ-નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને ત્રીજી વખત નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

કચ્છના નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનું નામ ખુલ્યું હતું. આ અંગે જેલમાંથી લોરેન્સને લાવીને ગુજરાત એટીએસએ પૂછપરછ કરી હતી. જેલની અંદર પાકિસ્તાનના નાગરિક અને વિદેશના અન્ય નાગરિકો સાથેનું તેનું કનેક્શન પણ એટીએસની તપાસમાં સામે આવ્યું હતું. હવે આ કેસમાં ફરીથી ગુજરાત એટીએસ તિહાડ જેલમાંથી તેને ગુજરાત લાવી છે અને આજે નલિયા કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. કોર્ટે ગેંગસ્ટરના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરી 28 ઓગસ્ટે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ 15 દિવસના રિમાન્ડ દરમિયાન લોરેન્સે ડ્રગ્સ અંગે અનેક રાઝ ખોલ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ લોરેન્સ જ્યારે એટીએસની કસ્ટડીમાં હતો તે સમયે જ ગુજરાત ATSએ એક ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જે પણ લોરેન્સના કનેક્શન હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હજી સુધી તેની કોઈ કડી મળી નથી તેવું એટીએસ કહી રહી છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર હોવાથી સુરક્ષા વ્યવસ્થા બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. લોરેન્સે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને પણ મારવાની ધમકી આપી હતી.

#Gujarat #Kutch #Gangster Lawrence Bisnoi #Nalia court #produced #4 days remand granted #Bisnoi Gang
Here are a few more articles:
Read the Next Article