Connect Gujarat
ગુજરાત

કચ્છ : માંડવીમાં નિર્માણ પામી રહેલાં જહાજમાં ફરશે દુબઇનું શાહી પરિવાર

વિશ્વના ધનાઢય પરિવારો પૈકીના એક દુબઇનું રાજવી પરિવાર હવે કચ્છના માંડવીમાં બનેલા લાકડાના દેશી ઢબના જહાજમાં રજાઓ માણશે.

X

વિશ્વના ધનાઢય પરિવારો પૈકીના એક દુબઇનું રાજવી પરિવાર હવે કચ્છના માંડવીમાં બનેલા લાકડાના દેશી ઢબના જહાજમાં રજાઓ માણશે. માંડવીમાં હાલ લાકડામાંથી 207 ફૂટ લાંબા અને 18 ફૂટ ઉંચા જહાજનું નિર્માણ કરાઇ રહયું છે.

કચ્છ જિલ્લાના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષોથી ચાલ્યો આવે છે. દેશ તથા વિદેશના લોકો માંડવીના મિસ્ત્રીઓના હાથે બનેલાં જહાજોને વધુ પસંદ કરતાં હોય છે. વિશ્વના સૌથી ધનાઢય પરિવારોમાં જેમની ગણના થાય છે તેવા દુબઇના શાહી પરિવાર પણ પોતાના માટે માંડવીમાં જહાજનું નિર્માણ કરાવી રહયો છે અને જહાજનું નિર્માણ અંતિમ તબકકામાં પહોંચી ગયું છે. માંડવીમાં સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીના નેતૃત્વમાં ત્રણ મજલી ધરાવતાં કલાત્મક જહાજનું નિર્માણ કરવામાં આવી રહયું છે. આ વહાણનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે.

આ વહાણ બનાવવાનો ખર્ચ પહેલાં 7 થી 8 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો પણ હવે ખર્ચ 9 થી 10 કરોડ રૂપિયા જેટલો થવાની ગણતરી છે. જહાજની ખાસિયતોની વાત કરવામાં આવે તોઆ ત્રણ વહાણને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો છે. વહાણમાં જે લાકડાનો ઉપયોગ કરાયો છે તેને મલેશિયા અને ઇન્ડોનેશિયાથી મંગાવવામાં આવ્યાં છે. જહાજની અંદર ડાકોર અને ખેડાથી આવેલાં લાકડાનો વપરાશ થયો છે. દુબઇના શેખના ભાઇ આ જહાજનો ઉપયોગ કરશે. જહાજમાં સ્પીડબોટ તથા માછલીઓને સાચવી રાખવા કોલ્ડ સ્ટોરેજ પણ બનાવાયું છે. જહાજમાં મશીનરી સહિત અન્ય ઉપકરણો દુબઇ ખાતે બેસાડવામાં આવશે. માંડવીથી આ જહાજને ટો કરી દુબઇ લઇ જવાશે.

Next Story